@RFInformationServices
નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે ગુજરાતની અંદર મોટા-પાયે કપાસનું વાવેતર કરીયે છીએ પણ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા નવી-નવી ટેક્નોલોજી શોધવામાં આવે છે.
એની અંદર એક નવી ટેક્નોલોજી કપાસ ના ઉત્પાદન વધારવા માટે વૃદ્ધિ વર્ધકોનો ઉપયોગ કરી અને કપાસની આવક વધારી શકીએ આપણે તો ખેડૂત મિત્રો આપ સૌ જાણો છો કે કપાસ ના છોડની અંદર જો સારો વિકાસ થાય છોડનો તો ઉત્પાદન સારું આવી શકે છે.
તો સારું ઉત્પાદન મેળવવા માટે કપાસના છોડની અંદર કૃષિ યુનિવર્સિટી જુનાગઢ, કૃષિ યુનિવર્સિટી ના કપાસ સંશોધન દ્વારા ૩ વર્ષ સુધીના પ્રયોગોના અંતે જાણવા મળ્યું કે કપાસના છોડની અંદર ૫૦ દિવસે અને ૭૦ દિવસે જો વૃદ્ધિ વર્ધક નેપ્થેલીક એસીટીક એસિડ ૦.૩ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં અથવા તો ૩ ગ્રામ પ્રતિ ૧૦૦ લિટર પાણીની અંદર એનું દ્રાવણ બનાવી અને છાંટવામાં આવે બે વખત ૫૦ દિવસે અને ૭૦ દિવસે એમ બે વખત છાંટવામાં આવે તો કપાસના છોડની અંદર ઉત્પાદનમાં સારો વધારો થાય છે.